હું શોધું છું

હોમ  |

સિદ્ધિઓ
Rating :  Star Star Star Star Star   

નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ ,

હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે ૬ ડીસેમ્બર ૨૦૨૧ના રોજ નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલ. જેમાં ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીનાઓ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમ નિયામકશ્રી નાગરિક સંરક્ષણ અને કમાન્ડન્ટ જનરલશ્રી હોમગાર્ડઝ ડૉ. નિરજા ગોટરૂ (I.P.S.) નાઓના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ. સદર કાર્યક્રમમાં નાગરિક સંરક્ષણના સંયુક્ત નિયામકશ્રી આર. વી. અસારી (I.P.S.) નાઓની ઉપસ્થિતીમાં સેરીમોનીયલ પરેડ, હાઇ રાઇઝ બિલ્ડીંગ રેસ્ક્યુ સર્ચ ઓપરેશન તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવેલ. સદર કાર્યક્રમમાં કોરોના કાળ દરમિયાન ફરજ ઉપર મરણ પામનાર હોમગાર્ડઝના જવાનોના પરિવારજનોને વંદન પત્ર આપવામાં આવેલ તેમજ હોમગાર્ડ તથા નાગરિક સંરક્ષણ દળના જવાનોને સારી કામગીરી કરવા બદલ વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવેલ.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ,

હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે તા.૨૯/૧૨/૨૦૨૧ના રોજ “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત નાગરિક સંરક્ષણ વિશેની માહિતી તેમજ મહિલા સશક્તિકરણ અને જનજાગૃતિ અભિયાન એપિક ફાઉન્ડેશન તથા જયમાડી ફાઉન્ડેશન એન.જી.ઓ.ના સહયોગથી કાર્યક્રમ કરવામાં આવેલ. આ કાર્યક્રમના અંતમાં ભાગ લેનાર મહિલાઓ દ્વારા મહેંદી કોમ્પીટીશન યોજવામાં આવેલ અને પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામથી સન્માનિત કરવામાં આવેલ. સદર કાર્યક્રમ સફળ બનાવવા સારૂ શ્રી મિલનભાઇ વાઘેલા, સંજીત રાજપુત, શ્રીમતી રંજીતા કૌર, શ્રી તૌફિક શેખ દ્વારા સાથ સહકાર આપવામાં આવેલ. .

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ ,

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ યુનીટ દ્વારા તા.૨૧/૧૨/૨૦૨૧ના રોજ એસ.વી. કોલેજ, રીલીફ રોડ, અમદાવાદ ખાતે બેઝીક તાલીમનું આયોજન સરકારશ્રીની કોરોનાની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખી કરવામાં આવેલ. તાલીમ દરમિયાન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ તથા શ્રી હર્ષદભાઇ નાયક, ડેપ્યુટી ચીફ વોર્ડન દ્વારા તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન તથા તાલીમ આપેલ, જેમાં નાગરિકો તથા એન.સી.સી.ના કેડેટસ મળી ૩૫ વ્યક્તિઓએ તાલીમ મેળવેલ હતી. .

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ,

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ખાતે તા.૨૦-૨૧/૧૨/૨૦૨૧ દરમિયાન નાગરિક સંરક્ષણ દળ તથા ભારતના બંધારણ વિશેની વિશેષ તાલીમ યોજવામાં આવેલ. જેમાં ૪૭ જેટલા નાગરિક સંરક્ષણ દળના સભ્યો હાજર રહી તાલીમ મેળવેલ હતી.

નાગરિક સંરક્ષણ

કેન્દ્ર સરકારશ્રીના કાર્યક્રમ “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત નાગરિક સંરક્ષણ દળ અમદાવાદ, સુરત, ભુજ, વડોદરા તથા ગાંધીનગર યુનિટ કચેરીઓ ધ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવેલ.

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ , ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.30/૧૧/૨૦૨૧ના રોજ “Disability Indusive Disaster Risk Reduction” અંગેની તાલીમ નાગરિક સંરક્ષણના સભ્યોએ તાલીમ મેળવેલ હતી. આ તાલીમમાં શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદ તથા સિવિલ ડીફેન્સના વોર્ડન ભાવનાબેન ઘરવાલીયાનાઓએ પ્રેઝન્ટેશન રજુ કરી વિસ્તૃત તાલીમ આપેલ હતી. .

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ , ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.30/૧૧/૨૦૨૧ના રોજ “Managing Crowed at event and venues of mass gathering” અંગેની Online તાલીમ નાગરિક સંરક્ષણ દળના સભ્યોએ મેળવેલ હતી.

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ , ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.૨૩-૨૪/૧૧/૨૦૨૧ના રોજ “Climate Change Adaptation & Disaster Reduction” અંગેની તાલીમનું આયોજન કરવામાં આવેલ, જે તાલીમમાં નાગરિક સંરક્ષણના સભ્યોએ તાલીમ મેળવેલ હતી.

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ , ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.૨૮-૨૯/૧૦/૨૦૨૧ના રોજ “Role of Youth and Volunteer for Disaster Risk Management” અંગેની તાલીમનું સંચાલન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદ તથા શ્રી ચિંતન પાઠક, આસી. પ્રોફેસર, જી.આઇ.ડી.એમ., ગાંધીનગર ધ્વારા કરવામાં આવેલ. આ તાલીમમાં તાલીમાર્થીઓને ફસ્ટ એઇડ, સર્ચ અને રેસ્કયુ તથા કુદરતી તેમજ માનવસર્જીત આપત્તિના સમયે નાગરિક સંરક્ષણના માનદ સભ્યોએ શું કામગીરી કરવાની થાય તે બાબતે તથા NDRF ના પો.ઇ. શ્રી દલજીતસિંહ સોઢીનાઓએ આપત્તિના સમયે સર્ચ અને રેસ્કયુની વિવિધ ટેકનીક વિશે સઘન તાલીમ આપેલ હતી. .

નાગરિક સંરક્ષણ, તાલીમ શાળા, અમદાવાદ :-

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ખાતે તા.૪-૫-૬/૧૦/૨૦૨૧ દરમિયાન “ફાયર સેફટી” અંગેની તાલીમનું સંચાલન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદના દ્વારા કરવામાં આવેલ. તાલીમ દરમિયાન અમદાવાદ શહેર ફાયર અને ઇમરજન્સી સર્વિસના સ્ટેશન ફાયર ઓફિસર શ્રી સંતોષ પટેલએ ફાયર સેફટી અંગે વિસ્તૃત રીતે પ્રેકટીકલ અને થીયરીની તાલીમ આપેલ હતી. આ તાલીમમાં નાગરિક સંરક્ષણ અમદાવાદ યુનિટના ૩૩ સભ્યોએ તાલીમ મેળવેલ હતી. .

નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-

હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે ૭૫માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિયામકશ્રી નાગરિક સંરક્ષણ અને કમાન્ડન્ટ જનરલશ્રી હોમગાર્ડઝ ડૉ. નિરજા ગોટરૂ નાઓના મુખ્ય મહેમાન પદે કરવામાં આવેલ. જેમાં હોમગાર્ડઝના ૨ પુરૂષ પ્લાટુન, ૧ મહિલા પ્લાટુન તથા નાગરિક સંરક્ષણ તંત્રના ૧ પુરૂષ પ્લાટુન, ૧ મહિલા પ્લાટુન એ પરેડમાં ભાગ લીધેલ તેમજ નાગરિક સંરક્ષણ તંત્રના ૧૫મી ઓગષ્ટ-૨૦૨૧ના રોજ જાહેર થયેલ મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રક મેળવનાર (૧) શ્રી હર્ષદ નારણભાઇ નાયક તથા (૨) શ્રી પ્રણવ ધ્રુવકાંત જોષી નાઓને પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવેલ.

 

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ખાતે તા.૨૪-૨૫/૦૮/૨૦૨૧ના રોજ અમદાવાદ યુનિટના મહિલા વોર્ડનો માટે પ્રાથમિક સારવા અંગેની તાલીમ યોજવામાં આવેલ. આ તાલીમમાં ૩૬ મહિલા વોર્ડનોએ ભાગ લીધેલ.

તાલીમ દરમિયાન નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના નાયબ પોલીસ અધિક્ષક અને કમાન્ડન્ટ શ્રી એ. એ. શેખ નાઓએ આપાતકાલિન સ્થિતીમાં શું કામગીરી કરવી, તે અંગેની ઉંડાણપુર્વક માહિતી સાથેની તાલીમ તથા પ્રાથમિક સારવારની વિશેષ તાલીમ પામનાર વિશેષજ્ઞશ્રી નિતીન ત્રિવેદીનાઓએ તાલીમ આપેલ હતી.

 

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ખાતે તા.૧૩-૧૪/૦૭/૨૦૨૧ દરમિયાનફીલ્ડ મેનેજમેન્ટ ની એડવાન્સ તાલીમનું આયોજન કરવામાં આવેલ. જેમાં આશરે ૧૦૦ જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધેલ.

તાલીમ દરમિયાન નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના કમાન્ડન્ટ શ્રી એ. એ. શેખ તથા ભૂજ યુનિટના ઇન્ચાર્જ પી.આઇ. શ્રી આઇ. આઇ. શેખ દ્વારા માર્ગદર્શન તથા તાલીમ આપવામાં આવેલ.

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ :-

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ યુનીટ દ્વારા જુલાઇ/૨૦૨૧ના માસ દરમિયાન ત્રણ અલગ અલગ સ્થળોએ બેઝીક તાલીમનું આયોજન સરકારશ્રીની કોરોનાની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખી કરવામાં આવેલ. જેમાં આશરે ૧૫૦ જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધેલ.

તાલીમ દરમિયાન નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના કમાન્ડન્ટ શ્રી એ. એ. શેખ, ચીફ વોર્ડન શ્રી બાબુભાઇ ઝડફિયા, ડેપ્યુટી ચીફ વોર્ડન શ્રી હર્ષદભાઇ નાયક, અમદાવાદ યુનિટના પી.આઇ. શ્રી પી. ડી. શ્રીમાળી તથા ભૂજ યુનિટના ઇન્ચાર્જ પી.આઇ. શ્રી આઇ. આઇ. શેખનાઓ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન તથા તાલીમ આપેલ.

ઉપરોક્ત તાલીમમાં મુખ્યત્વે નાગરિક સંરક્ષણની કાર્યપધ્ધતિ, ૧૦૮, ફાયર બ્રિગેડ, ફસ્ટ એઇડ અને સી.પી.આર.ની તાલીમ આપવામાં આવેલ હતી.

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ :-

શ્રી . . શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદના સહયોગથી નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ યુનીટ દ્વારા તા.૨૩/૦૬/૨૦૨૧ થી તા.૨૬/૦૬/૨૦૨૧ દરમિયાન બેઝીક તાલીમનું આયોજન પ્રકાશ હાઇસ્કુલ, રીલીફ રોડ, અમદાવાદ ખાતે સરકારશ્રીની કોરોનાની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખી કરવામાં આવેલ.

તાલીમ દરમિયાન ચીફ વોર્ડન શ્રી બાબુભાઇ ઝડફિયા, ડેપ્યુટી ચીફ વોર્ડન શ્રી હર્ષદભાઇ નાયક, અમદાવાદ યુનિટના પી.આઇ. શ્રી પી. ડી. શ્રીમાળી તથા ભૂજ યુનિટના ઇન્ચાર્જ પી.આઇ. શ્રી આઇ. આઇ. શેખનાઓ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન તથા તાલીમ આપેલ.

ઉપરોક્ત તાલીમમાં નાગરિક સંરક્ષણની કાર્યપધ્ધતિ, કુદરતી તેમજ માનવસર્જીત આપત્તિ દરમિયાન નાગરિક સંરક્ષણના સ્વંયસેવકોની જવાબદારી તથા કરવાના કાર્યોની માહિતી આપવામાં આવેલ. તદ્ઉપરાંત નાગરિક સંરક્ષણના ટ્રેનર શ્રી મનોજભાઇ રાવલે ફાયર સેફટી વિશે તથા શ્રી જયેશભાઇ વેગડાએ ફસ્ટ એઇડ તેમજ સી.પી.આઇ. વિશેની જરૂરી તાલીમ આપેલ હતી.

નાગરિક સંરક્ષણ દળ, ભુજ :-

ભુજ ખાતે તૈનાત NDRF ની ટીમ સાથે નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ભુજના ચીફ વોર્ડન શ્રી ચિરાગ ભટ્ટની આગેવાની હેઠળ ભુજ નાગરિક સંરક્ષણ દળના માનદ સભ્યોએ તૌકતે વાવાઝોડા અગાઉ વાવાઝોડાના કારણે જો ભારે પવન સાથે અને વરસાદની સ્થિતી નિર્માણ પામે તેવા સંજોગોમાં રાહત તથા બચાવની કામગીરીની તાલીમ માધાપરના યજ્ઞમંદિર ખાતે તા.૧૭/૦૫/૨૦૨૧ના રોજ લીધેલ હતી. આ તાલીમ NDRFના આસીસ્ટન્ટ કમાન્ડન્ટશ્રી રણજીતસિંહ દ્વારા આપવામાં આવેલ હતી.

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ :-

નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ યુનીટના માનદ સભ્યો દ્વારા તૌકતે વાવાઝોડા બાદ તા.૧૯/૦૫/૨૦૨૧ના રોજ રસ્તા ઉપર પડી ગયેલા વૃક્ષોને હટાવવાની કામગીરી તેમજ જમાલપુર વિસ્તારમાં વાવાઝોડના કારણે બહુમાળી મકાન ધરાસાયી થતાં તે સમયે પણ બચાવની કામગીરીમાં જોડાયેલ હતા.

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સહયોગથી તા.૨૭/૦૫/૨૦૨૧ના રોજ “Emerging Challenges to traditional approaches of community based disaster risk management due to covid-19” અંગે નાગરિક સંરક્ષણના માનદ સભ્યો માટે એક ઓનલાઇન તાલીમ રાખવામાં આવેલ. આ તાલીમમાં શ્રી એ. એ. શેખ, નાયબ પોલીસ અધિક્ષક, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદ દ્વારા “Role of youth and volunteer in disaster preparedness and response” ઉપર પ્રેઝનન્ટેશન સાથે તાલીમ આપવામાં આવેલ.

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સહયોગથી તા.૨૯/૦૫/૨૦૨૧ના રોજ Virtual training of “Youth & Covid-19” યોજવામાં આવેલ. GIDMના કો-ઓડીનેટર શ્રી ચિંતન પાઠક તથા ચારૂતર વિદ્યામંડળ યુનિર્વસીટી, વિદ્યાનગર આણંદના તજજ્ઞો દ્વારા Covid અંગેની વિસ્તૃત માહિતી તાલીમ દરમિયાન આપવામાં આવેલ હતી.

નાગરિક સંરક્ષણ દળ, ભુજ :-

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ભુજના ચીફ વોર્ડન શ્રી ચિરાગ ભટ્ટ તથા અન્ય માનદ સભ્યો દ્વારા તા.૨૯/૦૫/૨૦૨૧ના રોજ લાયન્સ હોસ્પિટલ, ભુજ ખાતે તાત્કાલિક બ્લડની જરૂરીયાતવાળા વ્યક્તિઓને બ્લડ ડોનેટ કરવામાં આવેલ હતું.

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ખાતે પ્રાથમિક તાલીમ પામેલ સભ્યો માટે તા.૦૮/૦૪/૨૦૨૧ થી તા.૦૯/૦૪/૨૦૨૧ દરમિયાનHeat Wave and Corona Awareness ની તાલીમનું આયોજન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદના દ્વારા યોજવામાં આવેલ.

તાલીમ દરમિયાન ગરમીના સમયે કેવી રીતે પોતાનો બચાવ કરવો તેમજ જો કોઇ Heat Wave નો ભોગ બને તો તેમને કેવા પ્રકારની પ્રાથમિક સારવાર કરવી તે અંગે તેમજ હાલના કોરોનાના ચેપી રોગથી કેવી રીતે બચી શકાય તેમજ કોરોનાની રસીથી થતા ફાયદા વગેરે અંગે જાગૃતતા માટે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી.

નાગરિક સંરક્ષણ દળ, ભુજ :-

નાગરિક સંરક્ષણ દળ, ભુજ ખાતે પ્રાથમિક તાલીમ પામેલ સભ્યો માટે તા.૨૨/૦૩/૨૦૨૧ થી તા.૨૬/૦૩/૨૦૨૧ દરમિયાનAdvance Fire Safety Course તથા ફર્સ્ટ એઇડ અંગે સ્પેશિયલાઇઝ તાલીમનું આયોજન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદના માર્ગદર્શન હેઠળ ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રકટર અને કમાન્ડન્ટ બોર્ડર વીંગ શ્રી એસ. આર. જોશી, ચીફ વોર્ડન ચિરાગ ભટ્ટ, ભુજ નગરપાલિકાની અગ્નિશમન શાખાના ફાયર ઓફિસર શ્રી સચિન પરમાર, દળના વોર્ડન અને ફાયર સેફટી ઓફિસરની તાલીમ પામેલા શ્રી કમલેશ મતિયા દ્વારા યોજવામાં આવેલ.

તાલીમ દરમિયાન આગના પ્રકાર, આગ લાગવાના કારણો, આગ ઓલવવાની પધ્ધતિ બાબતે માહિતી આપવામાં આવેલ તેમજ લાયન્સ હોસ્પિટલમાં સ્થાપિત ફાયર સેફટીના સાધનોની જાણકારી અને પ્રત્યક્ષ નિર્દેશન તાલીમાર્થીઓએ નિહાળ્યુ હતું. રેડકોર્સના મીરાંબેન સાવલિયાએ ફર્સ્ટ એઇડની જરૂરીયાત અને ઘટના સમયે ફર્સ્ટ રિસપોન્ડર તરીકે નાગરિકે અસરગ્રસ્તને હોસ્પિટલાઇઝ કરતા પહેલા કે ૧૦૮ આવતાં પહેલા અસરગ્રસ્તને કઇ રીતે તપાસીને હાથવગા સાધનો વળે પ્રાથમિક સારવાર આપવી તેની માહિતી આપેલ હતી.


ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.૧૬-૧૭ માર્ચ ૨૦૨૧ના રોજ “Community Based Disaster Risk Management” અંગે રેસીડેન્શીયલ તાલીમ જી.આઇ.ડી.એમ.ના સહયોગથી નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદના સાનિધ્યમાં રાખવામાં આવેલ. તાલીમ દરમિયાન Youth and Volunteersનો રોલ તથા ફસ્ટ એઇડ બાબતે સઘન તાલીમ આપવામાં આવેલ. તાલીમ દરમિયાન ટ્રેનીંગ મેનેજર શ્રી ચિંતન પાઠક, ટ્રેનીંગ કો-ઓડીનેટર શ્રી રોબીન અગ્રવાલ અને શ્રી એ. એ. શેખ, નાયબ પોલીસ અધિક્ષક, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદનાઓ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને માર્ગદર્શન આપેલ હતું.

 


ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-

ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.૧૮/૦૨/૨૦૨૧ના રોજ “Community Based Flood Risk Management” અંગે વેબીનાર દ્વારા તાલીમ યોજવામાં આવેલ. તેમજ તા.૨૧/૦૧/૨૦૨૧ થી તા.૨૨/૦૧/૨૦૨૧ સુધી “Role of Youth and Volunteers in Disaster Risk Management” અંગે વેબીનાર તથા તા.૨૮/૦૧/૨૦૨૧ થી તા.૨૯/૦૧/૨૦૨૧ સુધી “Role of Youth and Volunteers in Disaster Risk Management” ની રેસીડેન્શીયલ તાલીમ જી.આઇ.ડી.એમ.ના સહયોગથી નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદના સાનિધ્યમાં રાખવામાં આવેલ. તાલીમ દરમિયાન જી.આઇ.ડી.એમ.ના પ્રશિક્ષકો તરફથી તાલીમ સંબંધીત અને આપત્તિનું જોખમ ઘટાડવા (DRR) બાબતે સઘન તાલીમની જાણકારી આપેલ. આ તાલીમ દરમિયાન માન. નિયામક શ્રી પી. કે. તનેજા, જી.આઇ.ડી.એમ. તથા ટ્રેનીંગ કો-ઓડીનેટર શ્રી ચિંતન પાઠક અને શ્રી એ. એ. શેખ, નાયબ પોલીસ અધિક્ષક, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદનાઓ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને માર્ગદર્શન આપેલ હતું.

 

 

          આ ઉપરાંત તા.૩૦/૦૧/૨૦૨૧ થી તા.૦૩/૦૨/૨૦૨૧ સુધી નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદ ખાતે અમદાવાદ યુનીટની બેઝીક તાલીમ યોજવામાં આવેલ.  

 

Page 1 [2]
 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
પ્રજાજોગ
નાગરિક સરંક્ષણમાં ભરતી
જાહેર માહિતી અધિકારીઓ
આપના પ્રશ્નો-અમારા ઉત્તર

ફરિયાદ

સંપર્ક

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

  ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 12-01-2022