હું શોધું છું

હોમ  |

નિયામકશ્રી, નાગરિક સંરક્ષણ દળનો સંદેશ
Rating :  Star Star Star Star Star   

નાગરિક સંરક્ષણ દળનો સંદેશ

નાગરિક સંરક્ષણદળ:-

                   નાગરિક સંરક્ષણ દળ એ નિષ્કામ સેવા અને માનદ સેવાને વરેલું, સમાજના પ્રતિષ્ઠ ડોકટરો, એન્જીનીયર,  વકીલ,  શિક્ષકો તથા અન્ય સામાન્ય નાગરિકોનું  બનેલું સંગઠિત દળ છે. નાગરિક સંરક્ષણ દળની સ્થાપના ૬ ડિસેમ્બર ૧૯૬૨ થઇ. તેને લગતો કાયદો સને ૧૯૬૮માં  થયો.

નાગરિક સંરક્ષણના મુખ્ય હેતુ :-

૧. રાષ્ટ્રીય અસ્મિતા જાળવવી  અને યુધ્ધ દરમ્યાન પ્રજાનું  ખમીર  જાળવવાની કામગીરી

૨ લોકોના જાનમાલનું રક્ષણ કરવું

૩.યુધ્ધની પરિસ્થિતીમાં લોકોપયોગી ઉત્પાદનની કામગીરી અવિરતપણે ચાલુ રહે તેવા પ્રયાસો હાથ ધરવા, શાંતિના સમયમાં ટ્રેનિંગ યોજવી, નાગરિકોને તાલીમ આપી તૈયાર કરવા, સેવા આપવા માંગતા નાગરિકોને નાગરિક સંરક્ષણની વિવિધ સેવાઓમાં નિમણુંક આપવી તથા મોટીવેશન અને પ્રજાની જાગૃતિ માટે પ્રચાર  પ્રસાર કરવુ.

૪. કુદરતી આફત જેવી કે, ધરતીકંપ, વાવાઝોડુ, પુર તેમજ માનવસર્જીત આફતોમાં જાનમાલનું રક્ષણ કરવામાં પ્રજા તેમજ વહીવટી તંત્રને મદદરૂપ થવાની કામગીરી.

 

       રાજ્યની આંતરિક સલામતી, કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં પ્રજા અને વહીવટી તંત્રને ઉપયોગી થવા નાગરિક સંરક્ષણ દળની બાર સેવા ત્‍વરિત અમલમાં મૂકવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્યના સીમાડાઓ, પાડોશી દેશની આંતરરાષ્‍ટ્રીય સરહદ તથા બીજી તરફ સૌથી લાંબી દરિયાઈ સરહદ ધરાવે છે તથા આ રાજ્યમાં અવારનવાર ધરતીકંપ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, મોટા અકસ્‍માતો વગેરે પડકારો સતત રાજ્યની આંતરિક સુલેહ, શાંતિ, સલામતીને હચમચાવી મૂકે છે અને પ્રજાના જાનમાલનું રક્ષણ કરવા, જાહેર મિલકતોનું રક્ષણ કરવાની સમયની દાદ ગુજરાતના સૌથી મોટા સ્‍વયંસેવકના નિષ્‍કામ સેવાના આ દળથી પૂરી કરી શકીએ છીએ.

      હાલ નાગરિક સંરક્ષણ તંત્રમાં ૧૭૬૯૨ સ્વયંસેવકોની નિમણુંક કરેલ છે. નાગરિક સંરક્ષણ દળમાં જોડાઈ, રાષ્ટ્રની સેવામાં સહભાગી થવા સમાજના તમામ વર્ગનાં લોકોને હાર્દિક અપીલ કરું છું.

 

ગ્રામ રક્ષક દળ/ સાગર રક્ષક દળનો સંદેશ

ગ્રામ રક્ષક દળ:-

        ગ્રામ રક્ષક દળ/ સાગર રક્ષક દળએ ગ્રામજનોએ એકબીજાના સહકારથી પરસ્પર મદદ કરવાની ભાવનાથી સંકળાયેલુ દળ છે, માનદ સેવાને વરેલું સમાજના વિવિધ વર્ગોનું બનેલું દળ છે. મુંબઇ રાજ્યમાં સને-૧૯૪૮થી ગ્રામ રક્ષક દળની પ્રવૃતિની શરૂઆત થઇ, સને-૧૯૫૧માં મુંબઇ પોલીસ ધારા હેઠળ તેને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યુ. પ્રસ્તુતમાં કલમ ૬૩-બીનો ઉમેરો કરી આ દળની વ્યવસ્થા તથા ફરજ અંગેની સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી. 

        ગ્રામ રક્ષક દળ / સાગર રક્ષક દળનું હાલનું સંખ્યાબળ ૫૦,૦૦૦ જેટલું કરવામાં આવેલ છે.  ગ્રામ રક્ષક દળના માનદ સભ્યો  પોલીસની મદદમાં કાયદો અને વ્યવસ્થાની ફરજો જેવી કે, દિવસ/રાત્રી ફરજ,  નાકાબંધી, ધાર્મિક તહેવાર બંદોબસ્તો, વી.વી.આઇ.પી ફરજો બજાવે છે.

        રાજય ચૂંટણી આયોગની સુચના મુજબ ગુજરાત રાજ્ય, લોકસભા ચૂંટણી-૨૦૧૪માં  ૨૩,૪૧૮ અને વિધાન સભા-૨૦૧૭માં ૨૬,૦૦૦ તથા લોકસભા ચૂંટણી-૨૦૧૯માં ૩૨,૦૭૪ જેટલા ગ્રામ રક્ષક દળ/સાગર રક્ષક દળના સભ્યોનો  ફરજ લેવામાં આવેલ હતી.

        ગ્રામ રક્ષક દળ/ સાગર રક્ષક દળના સભ્યો પોતાને ફરજો ઉપરાંત સામાજીક સેવા જેવી કે, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, રન ફોર યુનીટી તથા આપદામિત્રની તાલીમમાં ભાગ લઇને સમાજને પોતાની ઉત્કૃષ્ઠ સેવાઓનો લાભ આપે છે.

સાગર રક્ષક દળ :-

        સાગર રક્ષક દળ હાલમાં કુલ- ૧૬ જિલ્લામાં સાગર રક્ષક દળના ૪૦૦૦ સભ્યો છે ૧૬૪૦ કિ.મી નો વિશાળ સાગર કાંઠો ધરાવતા  રાજ્યના દરિયાઇ માર્ગે  દુશ્મનોની ઘુસણ-ખોરીની શકયતા જણાતા અને તે ઉપર ચાંપતી નજર રાખવાની જરૂરિયાત જણાતા સાગર રક્ષક દળની સ્થાપના કરવામાં આવી છે.

        ગ્રામ રક્ષક દળના સભ્યોને જે તાલીમ આપવામાં આવે છે તે જ પ્રકારની તાલીમ સાગર રક્ષક દળના સભ્યોને આપવામાં આવે છે. વધારામાં સાગર રક્ષક દળના સભ્યોને બંદર પરના સિગ્નલની તાલીમ,  તરણની તાલીમ આપવામાં આવે છે.

                                                                              (ડૉ. નીરજા ગોટરૂ રાવ) IPS

                                                                                 નિયામક

                                                                  નાગરિક સંરક્ષણ અને ગ્રામ રક્ષક દળ,

                                                                          ગુજરાત રાજ્ય, અમદાવાદ

 

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
પ્રજાજોગ
નાગરિક સરંક્ષણમાં ભરતી
જાહેર માહિતી અધિકારીઓ
આપના પ્રશ્નો-અમારા ઉત્તર

ફરિયાદ

સંપર્ક

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

  ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 26-08-2020