હું શોધું છું

હોમ  |

પરિચય
Rating :  Star Star Star Star Star   

  1. નાગરિક સંરક્ષણ

સને ૧૯૬૨માં થયેલ ચીનના આક્રમણ પછી ભારત સરકારે ગુજરાત રાજ્યમાં સને ૬ ડિસેમ્બર ૧૯૬૨ના રોજ નાગરિક સંરક્ષણ તંત્રની સ્થાપના કરવામાં આવેલ છે. આ તંત્ર શરૂ કરવાનો મુખ્‍ય ઉદ્દેશ યુધ્ધ દરમિયાન પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું, ગૃહ મોરચે પ્રજાનો જુસ્સો ટકાવી રાખવો, અફવાઓથી પ્રજાજનોને સતર્ક સચેત રાખવા તથા ઔદ્યોગીક ઉત્‍પાદનની પ્રક્રિયા અને પૂરવઠો ચાલુ રહે તે જોવાનો છે. સમય જતાં નાગરિક સંરક્ષણ તંત્રની પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર વિસ્તારવામાં આવેલ છે. શાંતિના સમયમાં કુદરતી આફતો જેવી કે પુર, ધરતીકંપ, વાવાઝોડું અને માનવ સર્જીત (અકુદરતી) આફતો જેવી કે, કોમી રમખાણો, મોટી આગ, મોટા અકસ્‍માત વગેરે વખતે નાગરિક સંરક્ષણ તંત્રના અધિકારી/કર્મચારીઓ અને નાગરિક સંરક્ષણના માનદ્ સ્‍વયંસેવકો ખડે પગે હાજર રહી પ્રજાની સેવાકિય કામગીરી બજાવવાની રહે છે.

આ ઉપરાંત રાજ્યનાં તમામ નાગરિક સંરક્ષણ મથકો ખાતે પોલીસ ખાતાના પોલીસ ઇન્સ્પેક્ટરોને ટ્રેઇન્‍ડ ઇન્‍સ્‍ટ્રકટર તરીકે નિમણૂંક આપવામાં આવે છે. જેઓ નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ પ્રજાજનોને આપવાની કામગીરી કરે છે. નાગરિક સંરક્ષણ તંત્રની પ્રાથમિક તાલીમ માટે યુનિટ વિસ્‍તારની શાળા, કોલેજો, ઔદ્યોગિક એકમો, સરકારી તથા અર્ધસરકારી કચેરીઓ, દવાખાનાઓ, બેન્કો, રહેણાંક વિસ્‍તારો વગેરે સ્થળોએ મોટિવેશન કરી પ્રાથમિક તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ માનદ સ્વયંસેવકોને તાલીમ આપ્‍યા બાદ ઉત્તીર્ણ થયેલ તાલીમાર્થીઓને નાગરિક સંરક્ષણ તંત્રની જુદીજુદી બાર સેવાઓમાં નિમણૂંકો આપી પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ ઉપરાંત નાગરિક સંરક્ષણ તંત્રના યુનિટ મથકો ખાતે માસ્‍ટર પ્‍લાન ઇન ઇન્ડિયાની માર્ગદર્શિકા મુજબ અગત્‍યનાં સ્‍થાનો, મોટા અને ભયજનક ઔદ્યોગિક એકમોની મુલાકાત લઈ નાગરિક સંરક્ષણ પેપર પ્‍લાન તૈયાર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે.

વધુમાં નાગરિક સંરક્ષણ તંત્રની વિસ્‍તૃત તાલીમ આપવાના ઉદ્દેશ માટે અમદાવાદ શહેર ખાતે રાજ્યકક્ષાની નાગરિક સંરક્ષણ તાલીમ શાળા ઊભી કરવામાં આવેલ છે. આ તાલીમ શાળાના વડા તરીકે પોલીસ ખાતાના નાયબ પોલીસ અધીક્ષક કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે.

યુધ્ધ સમયે પ્રજાને હવાઈ હુમલાની ચેતવણી પહોંચાડવા માટે રાજ્યના તમામ નાગરિક સંરક્ષણના કેટેગરાઇઝડ ટાઉનો ખાતે નાગરિક સંરક્ષણ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે. જે કન્ટ્રોલ રૂમ ખાતેથી સાયરન કંટ્રોલ બોક્ષ, વાયરલેસ સેટ અને ટેલિફોન ખાતાની નોન એકચેંન્‍જ લાઇન જેવાં આધુનિક સંદેશાવ્‍યવહારનાં સાધનો ઉપલબ્‍ધ રાખવામાં આવેલ છે. હવાઈ હુમલાની ચેતવણી WARS (વોર્નીંગ ઓટોમેટેડ રીમોટ સાયરન) સાથે સંકળાયેલી સાયરનો રાજ્યના કુલ ૭૬૦ જેટલા વિવિધ સ્‍થળોએ ગોઠવવામાં આવેલ છે.

સિવિલ ડિફેન્‍સ એક્સટર્નલ કોમ્‍યુનિકેશન માટે વિવિધ નાગરિક સંરક્ષણ કેટેગરાઇઝડ ટાઉનોમાં એચ.એફ. અને વી.એચ.એફ. વાયરલેસ સેટ ગોઠવવામાં આવેલ છે. એચ.એફ. વાયરલેસ સેટ દ્વારા રાજ્યનાં તમામ નાગરિક સંરક્ષણ મથકોને વાયરલેસ સંદેશા વ્‍યવહારથી સાંકળવામાં આવેલ છે. જ્યારે અમદાવાદ, કચ્‍છ-ભૂજ, જામનગર, વડોદરા, ભરૂચ, સુરત, ગાંધીનગર, ભાવનગર, ઓખા , વાડીનાર , ગાંધીધામ, નલિયા, કાકરાપાર, અંકલેશ્‍વરનાં મથકોને સ્‍થાનિક એરફોર્સ સ્‍ટેશનો સાથે વી.એચ.એફ. વાયરલેસ સંદેશ પદ્ધતિથી સાંકળવામાં આવેલ છે.

શાંતિના સમયમાં પ્રજાને નાગરિક સંરક્ષણ તંત્રની પ્રાથમિક તાલીમ આપવાનું કાર્ય નાગરિક સંરક્ષણ તંત્ર માટે ખૂબ જ અગત્‍યનું છે. જે માટે સિવિલ ડિફેન્‍સ કેટેગરાઇઝ ટાઉનના ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રક્ટર દ્વારા લક્ષ્‍યાંક મુજબ બેઝીક તાલીમ આપીને સ્વયંસેવકોને નિમણૂંક આપવામાં આવે છે. ઉપરાંત ખાસ તાલીમ માટે નાગરિક સંરક્ષણ સ્‍વયંસેવકોને નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ખાતે ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે તેમજ નાગરિક સંરક્ષણના અગત્‍યના કોર્સ માટે રાજ્ય બહાર આવેલ નેશનલ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (NDRF Academy)- નાગપુર, મિલિટરી એન્જિનિયરિંગ કોલેજ- પુના તથા સેન્‍ટ્રલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યુટ- બેંગ‍લોર ખાતે ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ, અર્થક્વેક ડિઝાસ્‍ટર રિસ્‍પોન્‍સ અને પ્રીપેઇર્ડનેસ મેનેજમેન્‍ટ, એડ્વાન્‍સ સર્ચ અને રેસ્‍ક્યુ કોર્સ વગેરે જેવા અગત્‍યના સ્પેશ્યલાઇઝ્ડ કોર્સની તાલીમ માટે મોકલવામાં આવે છે.

જનરલ પ્રિન્સિપલ ઓફ સિવિલ ડિફેન્સ (GPCD)માંની કુલ ૨૭ સેવાઓ પૈકી નાગરિક સંરક્ષણ સંબંધિત ૧૨ સેવાઓને ઓથોરાઇઝડ અને અનઓથોરાઇઝડ નાગરિક સંરક્ષણ સેવાઓમાં વિભાજિત કરવામાં આવેલી છે. જેમાં અનઓથોરાઇઝડ સેવાઓની કામગીરી હોમગાર્ડઝ દ્વારા ‍બજાવવામાં આવે છે.

ઓથોરાઇઝડ સેવાઓ

અનઓથોરાઇઝડ સેવાઓ

(૧)

હેડ કવાર્ટર સેવા

(૧)

રેસ્કયુ સેવા

(ર)

વોર્ડન સેવા

(ર)

સપ્લાય સેવા

(૩)

કેજ્યુલીટી સેવા

(૩)

સાલ્વેજ સેવા

(૪)

કોમ્યુનિકેશન સેવા

(૪)

વેલ્‍ફેર સેવા

(પ)

ફાયર ફાઇટિંગ સેવા

(પ)

ડેપો અને ટ્રાન્સપોર્ટ સેવા

(૬)

ટ્રેનિંગ સેવા

(૬)

ક્રોપ્સ ડિસ્પોઝલ સેવા

 

 

માનદ ભથ્થું:

નાગરિક સંરક્ષણ તંત્રના માનદ સભ્યોને ફરજ દરમ્યાન ગુજરાત સરકાર ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક:નગસ/૧૦૨૦૦૨-૧૫૦૭-ફ, તા:૧૮/૦૪/૨૦૦૭ નાઓથી દૈનિક ફરજ ભથ્થુ રૂ. ૩૧ નિર્ધારીત થયેલ હતુ. પરંતુ  હાલે ગુજરાત સરકાર ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક:નગસ/૧૦૨૦૧૯/૭૫૪/ફ, તા:૧૪/૦૭/૨૦૨૦ નાઓથી દૈનિક ફરજ ભથ્થુ રૂ.૧૫૦/- તથા મેસિંગ ભથ્થું રૂ.૫૦/- કરવામાં આવેલ છે.

 

Page 1 [2]
 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
પ્રજાજોગ
નાગરિક સરંક્ષણમાં ભરતી
જાહેર માહિતી અધિકારીઓ
આપના પ્રશ્નો-અમારા ઉત્તર

ફરિયાદ

સંપર્ક

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

  ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 29-01-2021