હું શોધું છું

હોમ  |

તાલીમ
Rating :  Star Star Star Star Star   

નાગરિક સંરક્ષણ તાલીમ :-

નાગરિક સંરક્ષણ તંત્ર દ્વારા ભારત સરકારશ્રી તરફથી વખતોવખત આપવામાં આવતી ગાઇડલાઇન અને સૂચનાઓ મુજબ રાજ્યના સરકારી, અર્ધ સરકારી જાહેર સાહસો, પંચાયતો, મહાનગરપાલિકાઓ, નાના-મોટા ઔદ્યોગિક એકમોના અધિકારીઓ/કર્મચારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, એન.સી.સી. કેડેટ્સ,  ભરતી પામતા હોમગાર્ડઝના જવાનો તથા જાહેર જનતાને પ્રાથમિક તાલીમ આપવામાં આવે છે.  આ તાલીમ બાદ રિફ્રેશર, એડ્વાન્સ અને સ્પેશ્યલાઇઝ તાલીમ યુનિટો તથા રાજ્ય કક્ષાએ આપવામાં આવે છે.  આ ઉપરાંત વાયરલેસ, ફ્લડ રેસ્ક્યુ, ફાયર ફાઇટિંગ કોર્સ વગેરે જેવી વિવિધ પ્રકારની ખાસ તાલીમ આપી નાગરિક સંરક્ષણ દળના સભ્યોને તાલીમબદ્ધ કરવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા નાગરિક સંરક્ષણ તંત્રને આધુનિક બનાવવા કેટલાક વિશિષ્ટ ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અધિકારી/માનદ પદાધિકારી તથા કર્મચારીઓને ખાસ પ્રકા૨ની તાલીમ માટે Advance Specialized Trainingમાં આવરી લીધા છે.

નિમણૂંક/પસંદગી પામેલા નાગરિક સંરક્ષણ તંત્રના સભ્યો/અધિકારીઓને ઉપર જણાવેલી તાલીમ ઉપરાંત વિશિષ્ટ તાલીમ મેળવવા માટે નીચે જણાવેલી તાલીમ સંસ્થામાં મોકલવામાં આવે છે.

  1. નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ એકેડેમી, નાગપુર.
  2. ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર.

પ્રાથમિક તાલીમ બાદ તંત્ર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે. (પ્રમાણપત્ર : ગુજરાતી / અંગ્રેજી )

એન.ડી.આર.એફ. એકેડેમી નાગપુર તાલીમ કાર્યક્રમ-૨૦૨૧ 

નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદ રાજ્ય કક્ષાનો તાલીમ કાર્યક્રમ-૨૦૨૧
 

 

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
પ્રજાજોગ
નાગરિક સરંક્ષણમાં ભરતી
જાહેર માહિતી અધિકારીઓ
આપના પ્રશ્નો-અમારા ઉત્તર

ફરિયાદ

સંપર્ક

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

  ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 12-08-2021